LINUX OS ( ઉબંતુ વિષે )

LINUX OS



નમસ્કાર મિત્રો,
જો તમે વર્ષોથી‌ કોમ્પ્યુટર વાપરતા હોય અને હવે તમે તેનાથી કંટાળ્યા હોય તો એક નવો જ અનુભવ લેવા માટે એ કરો જે મેં બે દીવસ પહેલા કર્યુ – LINUX (UBUNTU 10.10)
આમ તો મારી જેમ બધા જ લીનક્સ નામથી જ દુર ભાગતા હોય છે, જેનું મુળ કારણ છે તેના પ્રત્યેની માન્યતાઓ. આજથી બે વર્ષ પહેલા મેં Ubuntu, Fedora અને Redhat આ ત્રણેય OS મારા લેપટોપ પર ઇન્સ્ટોલ કરેલી પણ વિન્ડોઝ OS નો ઉપયોગ કરતા હોવાના કારણે તેની અંદર કંઇ ખબર પડી નહી, સિવાય કે તેમાં આપવામાં‌ આવેલી Games અફલાતુન છે. ઉપરથી તેની અંદર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા એટલે માથાનો દુખાવો. ટૂંકમાં Not For Us.પણ, બે દીવસ પહેલા અચાનક ફરીથી‌ Linux નું ભુત જાગ્યુ. સૌથી પહેલા તો ગુગલ ઉપર થોડુંક ગુગલીંગ કર્યુ. Amazing, ચારેય બાજુ એ જ જોવા મળશે – Comparing Windows 7 with Ubuntu 10.10. Surprise, પણ દરેક Comparison નો અંત એ જ કે – Ubuntu is the best than Windows 7 and Mac OS X both. આ ઉપરાંત Windows 7, Ubuntu અને Mac OS X આ ત્રણેય OS પર કરવામાં આવેલા ટેસ્ટ જોશો તો દરેક ટેસ્ટમાં Ubuntu નો નંબર જ પહેલો આવે છે. અને સૌથી ખાસ વાત એ કે Ubuntu અને તેના દરેક Software બીલકુલ free છે અને દરેક લગભગ દરરોજ અપડેટ થાય છે. Ubuntu પોતે (ફરજીયાત) દર ૬ મહીને તેના નવા વર્ઝન સાથે આવે છે.આ પછી તરત જ www.ubuntu.com ની‌ મુલાકાત લીધી અને Latest Ver. ડાઉનલોડ કર્યુ. ઇન્સ્ટોલેશન માટેનો સમય ફક્ત ૩૦ મીનીટ. અને હવે મારા નવા PC ની અંદર ફક્ત આ એક જ OS છે. નવા વર્ઝનની અંદર દરેક વસ્તુ ખુબ સરળ છે, ઉપરાંત Speed પણ ઘણી જ વધારે છે.તો તમે પણ એકવાર ટ્રાય કરી જુઓ, મારી જેમ તમે પણ ચોક્ક્સ વિન્ડોઝ XP કે 7 ભુલી જશો.હા, શરૂઆતમાં‌ થોડીક તકલીફ પડે છે, જેમ કે Photoshop, Baraha, MS Office, Adobe Reader/Foxit Reader, VLC Player વગેરે નું શું?
આનું પણ Solution છે.
-Ubuntu ની અંદર Photoshop ની જગ્યાએ Gimp વાપરી શકો છો, જે Photoshop જેવું જ છે પણ speed તેના કરતા ૧૦ ગણી સમજી લો, ઉપરાંત ખુબ જ નાનો (~૪૦ MB ) અને સાથે સાથે Photoshop ઉપરાંતની તમામ ફાઇલો તેની‌ અંદર ઓપન કરી શકાય છે.
-Baraha ની જગ્યાએ SCIM વાપરી‌ શકો છો.
-MS Office ની જગ્યાએ પહેલી‌ થી‌ જ OpenOffice આપવામાં‌ આવે છે, જેની‌ અંદર તમે Office 2010 ની ફાઇલો પણ open કરી શકો છો.
-Adobe Reader/Foxit Reader વગેરે જેવા PDF Reader ની તો જરૂર જ નથી‌, કારણકે એ પહેલેથી‌ જ સાથે આવે છે. ઉપરાંત PDF ફાઇલ edit કરવા માટેના સોફટવેર પણ ઉપલબ્ધ છે.
-VLC Player અને તેના જેવા ઘણા પ્લેયર પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત જો તમે Linux માટે મારી જેમ બીલકુલ નવા હોય તો “Ubuntu-tweak.com” પર જઇ Ubuntu Tweak ઇન્સ્ટોલ કરી‌ દો. તેની મદદથી‌ તમે દરેક કામ આસાની‌થી કરી શકશો.
જો તમે Ubuntu Tweak ની મદદથી‌ એકવાર Wine નામનો Software ઇન્સ્ટોલ કરી દેશો તો પછી‌ તમે વિન્ડોઝ ના Software પણ Ubuntu ની અંદર જ વાપરી શકશો.
તો તમે પણ એક નવો અનુભવ લઇ શકો છો અને of course તે સારો રહેશે.
આભાર.
લીનક્સ-મનુષ્ય માટે
લીનક્સ એ યુનિક્સ જેવી ઓપરેટીંગ સીસ્ટમ છે.લીનક્સ જુદા જુદા હાર્ડવેર ચલાવી શકાય છે.જેમ કે મેઇનફ્રેમ,સુપર કોમ્પુટર,કોમ્પુટર,મોબાઈલ ફોન,વિડીઓ ગેમ કોન્સોલ વગેરે.લીનક્સએ મુખ્ય સર્વર ઓપરેટીંગ સીસ્ટમ છે,જે વિશ્વના 10 સૌથી ઝડપી સુપર કોમ્પુટર ચલાવે છે.
લીનક્સએ મફત અને ઓપનસોર્સ (જે સોફ્ટવેયર ના સ્ત્રોત​ કોડ સ્વતંત્ર હોય તેને ઓપનસોર્સ સોફ્ટવેયર કહેવાય છે) સોફ્ટવેયર નું ઉદાહરણ છે.સામાન્ય રીતે જેમાં સોફ્ટવેયરના આંતરિક સોર્સ કોડનો ઉપયોગ કરવાની,સુધારા કરવાની બંને વ્યવસાયિક અને ઘર (પોતાના) વપરાશ માટે.આપ્રકારના લાઇસન્સને GNU (જનરલ પબ્લિક લાઇસન્સ) કહેવાય છે. 
લીનક્સ એ ડેસ્કટોપ અને સર્વર ઉપલબ્ધ છે.સામાન્ય રીતે લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું વિતરણ જુદાજુદા પેકેજમાં કરવામાં આવે છે.જેમાં કેટલાક લોકપ્રિય વિતરણ ડેબિયન(ઉબુન્તું),ફેરોડા અને ઓપન-એ.યુ.અસ.ઇ OPEN -SUSE વગેરે છે.લીનક્સ વિતરણ લીનક્સ કર્નલ,આધાર માટે કેટલીક સુવિધાઓ અને વિતરણનો હેતુ ના ઉપયોગ માટે જરૂરી લાઈબ્રેરી અને સોફ્ટવેયર હોય છે.
ડેસ્કટોપ​ના ઉપયોગ માટે જરૂરી વિતરણમાં X વિન્ડોવ્સ સીસ્ટમ,GNOME અથવા KDE ડેસ્કટોપ વાતાવરણ અને Apache HTTP સર્વર સામેલ હોય છે.આત્યારે પણ મોટે ભાગે આજ વપરાય છે પરંતુ બીજા કેટલાક વિતરણમાં આ સિવાય નું ડેસ્કટોપ વાતાવરણ પણ હોઈ શકે છે જેમ કે LXDE વગેરે.ડેસ્કટોપ લીનક્સ સિસ્ટમાં સાથે કેટલાક ઉપયોગી સોફ્ટવેયર પણ આવે છે જેમકે મોઝીલા ફાયરફોક્ષ વેબ બ્રાઉઝર​ (Mozilla Firefox web-browser ),(OpenOffice.org office application suite) ઓપન ઓફીસ.ઓ આર જી ,(GIMP image editor)જી આઈ એમ પી ચિત્ર સંપાદક સમાવેશ કરાય છે. 
Linux નામ એ મૂળ લિનસ ટોરવાલ્ડ Linus Torvalds માં થી આવ્યું છે જે ૧૯૯૧ માં Linus Torvalds દ્વારા Linux Kernal શોધાયું હતું.જેનો મુખ્ય આધાર GNU (૧૯૮૩ માં રીચાર્ડ સ્ટોલમન​ ની ઘોષણા થી) છે.GNU પ્રોજેક્ટ માં ઘણા સોફ્ટવેર,લાઈબ્રેરી સામેલ છે. 
યુનિક્સ ઓપરેટીંગ સીસ્ટમ નો જન્મ

યુનિક્સ ઓપરેટીંગ સીસ્ટમનું ૧૯૬૯ માં AT&T's Bell Laboratories માં અમેરિકામાં Ken Thompson, Dennis Ritchie, Douglas McIlroy, અને Joe Ossanna દ્વારા પ્રત્ય્રારોપણ કરવામાં આવ્યું.તે સૌ પ્રથમ ૧૯૭૧ માં રીલીજ થઇ.(ટેસ્ટીંગ અને વેરીફીકેશન માટે લગભગ ૨ વર્ષ લાગ્યા)ત્યાર બાદ Dennis Ritchie c પ્રોગ્રામિંગ લેન્ગવેજ થી થોડા સુધારા વધારા કરી ફરીથી લખવામાં આવી.યુનિક્સ ઓપરેટીંગ સીસ્ટમના સોર્સ કોડનું લાઈસન્સ AT&T's Bell Laboratories ને મળ્યું.

જી.એન.યુ (ગ્નુ-GNU)
જી.એન.યુ પ્રોજેક્ટ ૧૯૮૩ માં રીચાર્ડ સ્ટોલમેન દ્વારા શરુ કરાયો.જી.એન.યુ પ્રોજેક્ટ નો મૂક્ય ધ્યેય "સંપૂર્ણ સોફ્ટવેર યુનિક્સ-સુસંગત સિસ્ટમ" મુક્ત સોફ્ટવેર બનાવવાનો હતો.આ કામ ૧૯૮૪ થી શરુ થયું અને ૧૯૮૫ માં સ્ટોલમેને ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન શરૂ કર્યું અને 1989 માં એ GNU જનરલ પબ્લીક લાયસન્સ (એ GNUGPL), લખ્યું હતું. 1990 ના દાયકાની શરૂઆતમાં રીતે, એક ઓપરેટિંગ સિસ્ટમ (જેમ કે લાઈબ્રેરીઓ, કમ્પાઇલરોનો, લખાણ સંપાદક, યુનિક્સ શેલ, અને windowing સિસ્ટમ તરીકે) જરૂરી ઘણા કાર્યક્રમો પૂર્ણ, આવ્યા છતાં ઉપકરણ ડ્રાઈવરો, ડિમનોને, અને, જેમ કે નીચા સ્તર તત્વો કર્નલ સ્થગિત હતા.
એક વળાંક 

લિનસ ટોરવાલ્ડૅ ઘોષણા કે હવે તે પોતાની જાતે લીનક્સ કર્નલ લખી શકશે નહિ.કારણ એટલું જ હતું કે લીનક્સ કર્નલ એ C ભાષામાં લખેલું હતું અને તેની લાખો લીટીઓ કમ્પાઈલ કરાવી તે ઘણીજ અઘરી હતી તેમજ આ સમય માં નવા નવા હાર્ડવેર માટે ઘણીજ સમસ્યા થતી
Text selection Lock by Hindi Blog Tips